લાલ, બાલ અને પાલ



લાલા લજપતરાય
 શેર - એ - પંજાબ તરીકે જાણીતા લાલા લજપતરાય ફિરોજપુરના ટુકડે નામના ગામમાં જન્મ્યા . દયાનંદ સરસ્વતીએ શરૂ કરેલા આર્યસમાજથી તેઓ ખૂબ પ્રભાવિત થયા . તેમણે “ ધી પંજાબી ” અને “ ધી પિલ ' જેવાં વર્તમાનપત્રો શરૂ કર્યા . પંજાબના ખેડૂતોની લડતની આગેવાની લેવા બદલ તેમને જેલની સજા કરવામાં આવી . 59 – રાષ્ટ્રીય આંદોલનો ( 1857 - 1919 ) સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે પોલીસની લાઠીનો માર વાગતાં તેમને દવાખાનામાં દાખલ કર્યા , ત્યાં ટૂંકાગાળામાં ( 17 નવેમ્બર , 1928 ) તેમનું અવસાન થયું .

લોકમાન્ય ટિળક
લોકમાન્ય ટિળક તરીકે જાણીતા બાળ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય પુરસ્કર્તા હતા . તેમનો જન્મ 23મી જુલાઈ , 1856માં મહારાષ્ટ્રમાં રત્નગિરિમાં થયો હતો . તેમણે બી . એ . , એલએલ . બી . ની ડિગ્રી મેળવી હતી . તેમણે તેમના વિચારોનો ફેલાવો કરવા “ ધી મરાઠા ' ( અંગ્રેજી ) અને ‘ કેસરી ' ( મરાઠી ) નામનાં બે વર્તમાનપત્રો શરૂ કર્યા હતાં . ઈ . સ . 1890ના મુંબઈ કૉંગ્રેસ અધિવેશનમાં તેમણે પ્રથમ વખત ભાગ લીધો હતો . તેઓ રાષ્ટ્રીય ચળવળને માત્ર બુદ્ધિજીવીઓની નાનકડા વર્ગ પૂરતી મર્યાદિત રાખવાને બદલે લોકવ્યાપી બનાવવા માગતા હતા , જેથી જાગૃત થતી વિરાટ જનતાનું બળ સરકારની સાન ઠેકાણે લાવી શકે . આ માટે તેમણે મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ અને છત્રપતિ શિવાજી મહારાજાના ઉત્સવો ઉજવવાનું ચાલુ કર્યું , અને તે દ્વારા લોકોને એકઠા કરી સરકારના જુલમો વિશે તેમને સભાન કરવાનો પ્રયત્ન કર્યો . 1906માં તેમણે “ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ’ અને સ્વરાજ પ્રાપ્તિ વગર આપણું જીવન અને ધર્મ નકામાં છે ? તેવાં સૂત્રો આપ્યાં . સરકારની આકરી ટીકા કરવા બદલ તેમને છ વર્ષની કેદની આકરી સજા કરવામાં આવી . તેમને માંડલેની જેલમાં મોકલવામાં આવ્યા . તેમણે હોમરૂલ લીગની સ્થાપના ( ઈ . સ . 1916 ) તેમજ તેની ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી .

બિપિનચંદ્ર પાલ
 તેમનો જન્મ બંગાળમાં સિલહર જિલ્લાના ખોલ ગામમાં થયો . બિપિનચંદ્ર પાલ , બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને તેમના વર્તમાનપત્ર ‘ બંગ દરશનીથી ખૂબ પ્રભાવિત થયા . શરૂઆતમાં તે બ્રહ્મોસમાજના સંપર્કમાં આવ્યા . તેમણે બંગભંગ અને સ્વદેશી આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી . તેમણે ‘ ન્યૂ ઇન્ડિયા ’ સાપ્તાહિક અને ‘ વંદે માતરમ્ ' વર્તમાનપત્ર શરૂ કર્યું . તેમને પણ જેલવાસ ભોગવવો ( ઈ . સ . 1907 ) પડ્યો હતો .

સ્ત્રોત - પાઠયપુસ્તક (GCERT

Comments

Popular

ટેસ્ટ 21 થી 30 ની આન્સર કી

ટેસ્ટ 1 થી 10 ની આન્સર કી