કરન્ટ અફેર્સ ક્વિઝ by BHARAT SONAGARA

♻️ સંકલિત ક્વિઝ પોસ્ટ

📚 વિષય - કરન્ટ અફેર્સ

✍ Quiz by ⤵️
      *BHARAT SONAGARA*

🔵 ગુજરાત કેટલા કિમિ થી વધુ ની રાજ્ય વ્યાપી નેચરલ ગેસ ગ્રીડ ધરાવતું દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય છે ?

●【A】 2600 km ✅
●【B】 4000 km
●【C】 4360 km
●【D】 4630 km

🔵 ગુજરાતે સોલાર અને વિન્ડ પાવર પોલિસી જાહેર કરી છે તેમાં કેટલા મેગાવોટ વીજ ઉત્પાદનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ?

●【A】 7 હજાર
●【B】 17 હજાર
●【C】 25 હજાર
●【D】 30 હજાર ✅

🔵 તાજેતરમાં 21 જૂન ના દિવસે કેટલામો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય ગયો ?

●【A】 ત્રીજો
●【B】 ચોથો
●【C】 પાંચમો✅
●【D】સાતમો

🔵 તાજેતરમાં રાજ્યના પ્રથમ 45 KLPD ઇથેનોલ પ્લાન્ટનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું ?

●【A】 શ્રી નીતિન પટેલ ✅
●【B】 શ્રી વિજય રૂપાણી
●【C】 શ્રી નરેન્દ્ર મોદી
●【D】 શ્રી અમિત શાહ

🔵 રાજ્યના પ્રથમ 45 KPLD ઇથેનોલ પ્લાન્ટ વિશે આપેલ વિધાનો ની યથાર્થતા ચકાસો.

1) આ પ્રકારનો ઇથેનોલ પ્લાન્ટ ગુજરાત નો પ્રથમ છે જ્યારે દેશનો ચોથો પ્લાન્ટ છે.

2) આ પ્લાન્ટ નર્મદા જિલ્લામાં આવેલી શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. માં સ્થાપવામાં આવ્યો.

3) પહેલા શેરડીના પીલાણ માંથી બાય પ્રોડક્ટ તરીકે મોલાસીસ મળતું જેની કિંમત ઓછી હતી પરંતુ આ પ્લાન્ટ સ્થાપવાથી શેરડીના પિલાણ માંથી સિધુ ઇથેનોલ મેળવવામાં આવશે.

●【A】 ફક્ત 1 અને 2 સાચા
●【B】 ફક્ત 1 અને 3 સાચા
●【C】 ફક્ત 2 અને 3 સાચા ✅
●【D】 1, 2 અને 3 તમામ સાચા

👉 1 - આ પ્રકારનો દેશ નો ત્રીજો પ્લાન્ટ છે

🔵 તાજેતરમાં કૃષિ મહોત્સવ 2019 નો શુભારંભ થયો, જેના સંદર્ભે નીચે આપેલ વિધાન ચકાસો.

1)  CM  વિજય ભાઈ રૂપાણીએ કૃષિ મહોત્સવ 2019નો રાજ્યવ્યાપી પ્રારંભ પંચમહાલ ના ખાનપુર થી કરાવ્યો

2) કૃષિ મહોત્સવ ની શરૂઆત તત્કાલીન CM નરેન્દ્રભાઈ મોદી એ વર્ષ 2005 થી કરાવી હતી.

3) ગુજરાતના હાલના કૃષિ રાજ્ય મંત્રી શ્રી આર. સી. ફળદુ છે.

●【A】 ફક્ત 1 અને 2 સાચા ✅
●【B】 ફક્ત 1 અને 3 સાચા
●【C】 ફક્ત 2 અને 3 સાચા
●【D】 આપેલ તમામ વિધાન સાચા

👉 3 - કૃષિ રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર છે. (કૃષિ મંત્રી આર. સી. ફળદુ છે. )

🔵 તાજેતરમાં શ્રી પ્રદીપસિંહ જાડેજા ના હસ્તે સાબરમતી જેલમાં કોના સ્મૃતિ ખંડો નું લોકાર્પણ કરાયું ?

●【A】ઝવેરચંદ મેઘાણી અને ઇન્દુલાલ યાજ્ઞિક
●【B】ઝવેરચંદ મેઘાણી અને રવિશંકર મહારાજ✅
●【C】ગાંધીજી અને ઇન્દુલાલ યાજ્ઞિક
●【D】ગાંધીજી અને ઝવેરચંદ મેઘાણી

🔵 ગુજરાત દેશનું કેટલામું એવું રાજ્ય છે જેના તમામ જિલ્લાઓમાં સીટી ગેસના વિતરણ માટેની અધિકૃત મંજૂરીઓ મળેલી છે. ?

●【A】પ્રથમ✅
●【B】 ચોથું
●【C】નવમું
●【D】11મુ

✍ *BHARAT SONAGARA* ☘

🔵 ગુજરાત માં વાર્ષિક બે લાખ સુધીની આવક ધરાવતા કુટુંબને માત્ર ......... રૂપિયા ડિપોઝીટ માં અને બે લાખ થી વધુ આવક ધરાવતા કુટુંબને ......... રૂપિયા ડીપોઝીટ માં PNG ગેસ જોડાણ આપવામાં આવશે.

●【A】 500 અને 3000
●【B】 1000 અને 3000
●【C】 500 અને 5000
●【D】 1000 અને 5000 ✅

🔵 શાળા પ્રવેશોત્સવ 2.0 , ગુણોત્સવ 2.0 અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો તાજેતરમાં શુભારંભ કરાયો, તેને અનુલક્ષીને નીચેના વિધાન ચકાસો.

1) શુભારંભ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરાવ્યો

2) કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ગાંધીનગર ખાતે શરૂ કરાયું

3) શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે છે.

4) સર્વ શિક્ષા અભિયાન ના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીમતિ અવંતિકા સિંઘ છે.

●【A】 ફક્ત 1, 3 અને 4 સાચા
●【B】 ફક્ત 1, 2 અને 3 સાચા
●【C】 ફક્ત 3 અને 4 ખોટા
●【D】 ફક્ત 2, 3 અને 4 સાચા ✅

👉 શુભારંભ CM વિજયભાઈ રૂપાણી દ્વારા કરાયો.

🔵 તાજેતરમાં ગુજરાત પર વાયુ વાવાઝોડા નું સંકટ હતું તે દરમિયાન આશ્રય સ્થાનોમાં આશ્રય લેનારા વ્યક્તિઓને રાજ્ય સરકારે કેશડોલ્સ ચૂકવવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો. જે મુજબ આશ્રય લેનાર પુખ્ત વય ની વ્યક્તિને ...... રૂપિયા પ્રતિદિન અને સગીર વયની વ્યક્તિને .........  રૂપિયા પ્રતિદિન એમ ........ દિવસના ચુકવવામાં આવશે.

●【A】 60 ₹ , 45 ₹ અને 5 દિવસના
●【B】 90 ₹ , 60 ₹ અને 5 દિવસના
●【C】 60 ₹, 45 ₹ અને 3 દિવસના ✅
●【D】 90 ₹, 60₹ અને 3 દિવસના

🔵 GSDMA ના CEO કોણ છે ?

●【A】 શ્રીમતિ અંજુ શર્મા
●【B】શ્રી પંકજ કુમાર
●【C】 શ્રી મનીષ કુમાર
●【D】 શ્રીમતિ અનુરાધા મલ ✅

🔵 આપેલ વિધાનો તપાસો.

1) ગુજરાતના રૈયાલીમાં ગુજરાતનો પ્રથમ અને દેશના ત્રીજા ફોસીલ પાર્ક ડાયનાસોર મ્યુઝિયમ નું લોકાર્પણ CM વિજયભાઈ રૂપાણીએ કર્યું.

2) ડાયનાસોર એ સરિસૃપ પ્રજાતિના વિશાળ પ્રાણી હતા.

3) રૈયાલી માં 1980ના ગાળામાં ખોદકામ દરમિયાન ક્રિટેશિયસ યુગના ડાયનાસોરના ઈંડા અને અવશેષો મળ્યા જે આશરે 6.5 કરોડ વર્ષ જુના છે.

●【A】 ફક્ત 1 અને 3 સંપૂર્ણ સત્ય છે
●【B】 ફક્ત 2 અને 3 સંપૂર્ણ સત્ય છે ✅
●【C】 ફક્ત 1 અને 2 સંપૂર્ણ સત્ય છે
●【D】 તમામ વિધાન સંપૂર્ણ સત્ય છે

👉 1 - આ ફોસિલ પાર્ક ડાયનોસોર મ્યુઝિયમ રાજ્ય અને દેશનું પ્રથમ છે  અને વિશ્વમાં ત્રીજું છે.

🔵 ગુજરાત માં આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ વિકસાવાશે જેમાં બૌદ્ધ ધર્મના કેટલા મહત્વના પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવશે ?

●【A】 13✅
●【B】 17
●【C】 18
●【D】 27

🔵 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળેલ વિવિધ સન્માન અને આપનાર રાષ્ટ્ર અંગે નીચેનામાંથી ક્યુ જોડકું ખોટું છે ?

●【A】 ઝાયદ મેડલ - UAE
●【B】 સિઓલ પીસ પ્રાઈઝ - દક્ષિણ કોરિયા
●【C】 અમિર અબ્દુલ્લાહ ખાન એવોર્ડ - અફઘાનિસ્તાન
●【D】 એકપણ ખોટું નથી ✅

🔵 વર્ષ 2018 માં ગુજરાત ને ત્રણ નેશનલ ટુરિઝમ એવોર્ડ મળ્યા છે, જેમાંથી ક્યુ એક સાચું નથી ?

●【A】સોમનાથ ને શ્રેષ્ઠ સિવિક મેનેજમેન્ટ એવોર્ડ ✅
●【B】અમદાવાદ ને શ્રેષ્ઠ હેરિટેજ સીટી એવોર્ડ
●【C】અમદાવાદ ને શ્રેષ્ઠ એરપોર્ટ એવોર્ડ
●【D】તમામ સાચા છે.

👉 સાપુતારા ને શ્રેષ્ઠ સિવિક મેનેજમેન્ટ એવોર્ડ મળ્યો છે સોમનાથ ને નહિ.

🌺🌺

✍ *BHARAT SONAGARA*

⭕️ Join @Quiz_post channel on Telegram

Comments

Popular

ટેસ્ટ 21 થી 30 ની આન્સર કી

ટેસ્ટ 1 થી 10 ની આન્સર કી